Monday, March 25, 2019

શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો યુવતિઓ સૌથી વધુ બેરોજગાર...! જવાબદાર કૌણ..? જાયે તો જાયે કહાં...?

આજે ભારતની સૌથી મોટી અને જ્વલંત સમસ્યા છે બેરોજગારી. જેમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો યુવતીઓ સૌથી બધુ બેરોજગાર છે. ખાસકરીને એમાં શિક્ષણ પદ્ધતિ માં આજે વર્ષો થી કોઈ પણ ખાસ પરિવર્તન ન હોવાથી કોઈ ડિગ્રી કે ગ્રેજ્યુએશન નો આજે માર્કેટ માં કોઈ જરૂર ન હોવાથી બેરોજગારી ની સમસ્યાઓ માં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. આધુનિક ટેકનોલોજી નો વિકાસ ભારત દેશ ની શિક્ષણ પદ્ધતિ માં પ્રવેશ ન કરવો એનો એક પ્રબલ દાવેદાર છે. આધુનિક ટેકનોલોજી ની આજે સૌથી વધુ જરૂર છે. જે પ્રાથમિક શિક્ષણ માં જ શરૂ કરવાની જરુર છે. એનો એક મહત્વપૂર્ણ ભાગ રાજનીતિ પણ છે. આજે વર્ગ એક થી ચાર સુધી શૈક્ષણિક લાયકાત અધિકારીઓ કર્મચારીઓ જેમની પાસે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા ની જવાબદારી હોવુ જોઈએ એના બદલે આજે એ જવાબદારી મોટા ભાગે બિન શૈક્ષણિક અને ક્રિમિનલ  ડિગ્રી સાથે અસમાજિક તત્વો થી પારંગત નાગરિકો ની સત્તા માં છે. એક આઇએએસ શિક્ષણ મંત્રી એક એમડી આરોગ્ય મંત્રી એક ડીએફઓ બન મંત્રી એક જજ કાનૂન મંત્રી  એવા તમામ પ્રકારના વિભિગો ના શ્પેસિયલ લાયકાત ધરાવતા યુવાનો જ પોત પોતાના ક્ષેત્રમાં વિકાસ અને સમૃદ્ધિ પારદર્શક સરકાર ચલાવી શકે.
સંવિધાન માં આજે શિક્ષણ નો પ્રવેશ કરાવવાની અત્યંત જરૂર છે. એના બદલે આજે ભારત દેશ ની રાજનૈતિક હાલત તદ્દન ઉતરતી કક્ષા સાથે બદતર અને દયનિય છે.  ખાસકરીને આ સમાચાર જે હમણાં આપ વાચી રહ્યા છો કોઈ પણ પાર્ટી કે ધર્મ સમાજ સાથે જોડી ને વાચવો કે સમજવા ની જરૂર નથી. હવે જરૂર છે દેશના વિકાસ માટે માનવજાત ને વિકાસ કરવો.  એમા જાત પાત કે ધાર્મિક ભેદભાવ રંગ ભેદની જરૂર નથી. એક ડોક્ટર કે આઇએએસ કે જજ આઇપીએસ પાસે આજે  કોઈ જાત પાત   પુછતા નથી.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...