Monday, March 4, 2019

નવસારી નગરપાલિકાના બજેટ સત્ર ....? સુરક્ષા બાબતેની જોગવાઈ....?


નવસારી નગરપાલિકા માં વાર્ષિક બજટ કરોડો માં હોવા છતા મોટી ૫ થી ૧૦ માળની બિલ્ડિંગો માટે ફાયર ફાઈટર નથી.. ! એમાં રહેવાસીઓની જાન જોખમી ....? 
             .જવાબદાર કોણ..?
                જાએ તો જાયે કહા
નવસારી નગરપાલિકા માં બજેટ સત્ર માં કરોડો રૂપિયાનો ગત વર્ષે ખર્ચ કરવામાં આવ્યો. આજે મોટા ભાગના મોટી મોટી ૫ થી ૧૦ માળની બિલ્ડિગોના માલિક નગરપાલિકા માં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. અને બાકીના બિલ્ડરો દર વર્ષે સત્તા પક્ષમાં સામેલ છે .કોઇ ન કોઈ હોદ્દો ધરાવે છે. અને પાર્ટી ફંડ માં કાયદેસર ટકાવારી ગણી ને આપે છે. અને એ બિલ્ડિગો સૌથી મોઘા ભાવે વેચાણ કરવામાં આવે છે. સરકારનો ભાવ અંગે કોઇ અંકુશ નથી. અને સરકાર અંકુશ કરશે પણ નહીં. કારણ કે પાર્ટી ચલાવવા માટે ફંડની જરૂર સૌથી મહત્વ પૂર્ણ છે. આજે કોઈ પણ પાર્ટી હોય..મોટા ભાગના સામાન્ય માં સામાન્ય નગરસેવક બેરોજગાર છે. આજે મોઘવારી માં પોતાના ઘર ચલાવવો મુશ્કેલ છે. સમાજ અને ધર્મ સાથે રહેવા માં દમ નિકળી જાય છે. છતાં દર વર્ષે નવી નવી પોપર્ટી કયાં થી આવે છે. એજ હાલાત આજે મોટા ભાગના અધિકારીઓની પણ છે. આવક કર્તા જાવક માં બધારો સાથે નવી નવી પોપર્ટી ક્યાથી આવે છે. ?સરકારી અધિકારીઓ માટે સરકાર વર્ષ 1971 માં સ્થાવર જંગમ મિલકત માટે કાયદો ઘડી. પરંતુ આજે એની અમલીકરણ કરવા અને કરાવવા માટે કોઈ જવાબદાર અધિકારી નથી એવુ નથી. પરંતુ જવાબદાર અધિકારી હોય કે રાજનેતા દરેકની હાલત સરખી છે. આજે નવસારી જીલ્લા માં દસ દસ માળની બિલ્ડિગો માં આગ લાગે કોઇ પણ અકસ્માત થાય ત્યારે જિલ્લા ખાતે પણ એક મોટો ફાયર ફાઈટર નથી. આજે ૫ મો માળથી ઉપર આગ ઓલવવા માટે એક ફાયર ફાઈટર નવસારી નગરપાલિકા કે 80થી 90 ટકા વસ્તીનો વહીવટી સંચાલન કરનાર જિલ્લા પંચાયત માં પણ નથી. હવે અગમચેતીના પગલા સ્વરૂપે પણ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ નવસારી જિલ્લા સમાહર્તા શ્રી અને નવસારી જિલ્લા વિકાસ અધિકારી સદર બાબતે તપાસ કરી સરકારના કરોડો રૂપિયાના ફંડ જેમાં મોટા ભાગે તમામ નગરપાલિકાઓ માં બિનજરૂરી કામો કરવામાં આવે છે.ફકત એની તપાસ કાયદેસર તપાસ થાય તો એક એક ફાયર ફાઈટર ઓછા માં ઓછુ દસ માળ સુધી કવર કરે એવા દરેક નગરપાલિકાને આપી શકાય છે. અને નવસારી જીલ્લામાં મોટી મોટી બિલ્ડિગો ના રહેવાસીઓને એક સુરક્ષા પણ આપી શકાય .એટલી રકમ ફકત દંડ પેટે અધિકારીઓ અને ગેરકાયદેસર બિલ્ડરો પાસે મેળવી શકાય છે. નવસારી જિલ્લામાં તમામ નગરપાલિકા ઓના નિયંત્રણ અધિકારી, વહીવટી અધિકારીઓ,પ્રમુખશ્રીઓ, અને ચીફ ઓફીસરશ્રીઓ, નગરસેવકો અને વિરોધપક્ષના નગરસેવકો સાથે તમામ જાગૃત નાગરિકો અને વિદ્વાનો આજે આ સુરક્ષા બાબતે એક થઈ સમાચારની સત્યતા ઉપર જમીની હકીકત માં વિચાર વિમર્શ કરી કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...