Thursday, June 6, 2019

વિજલપોર શાસક પક્ષના નેતા પ્રકાશ પાટિલના સભ્યપદ રદ્દ ..! જવાબદાર કૌણ..?

વિજલપોર શાસક પક્ષના નેતા પ્રકાશ પાટિલના સભ્યપદ રદ્દ ..! 
જવાબદાર કૌણ..? 
શાસન કે પ્રશાસન ..? 
અથવા 
ચિફ ઓફિસરના શૈક્ષણિક લાયકાત અને કાયદાની જાણકારીનો અભાવ..?
                                   નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી પ્રકાશ પાટિલ હોદ્દાના દુરૂપયોગ કરી આર્થિક લાભ સાબિત થતા સભ્ય પદ રદ્દ થયેલ છે. જેમા નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી નો ચુકાદો ખરેખર પ્રશંસનીય અને કાબીલે તારીફ છે. નવસારી જિલ્લામાં આજે જાગ્રિત નાગરિકો અને વિદ્વાનો અને જાહેર માં ચાલતી ચર્ચા મુજબ ન્યાય અધુરો છે. શાસન માં કોઈ પણ હોદ્દા માટે કોઈ પણ શૈક્ષણિક લાયકાત કે અનુભવની જરૂર હોતી નથી. ભલે એ નગરસેવક હોય કે સર્વોચ્ચ હોદ્દો ઉપર . જેના અનુસંધાન માં પ્રશાસનની રચના કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ સદર હોદ્દેદાર પોતાની સિક્યુરિટી ગુજરાત સરકારની માન્ય કચેરીમાં નોધણી કરાવેલ છે. પોતાની રોજી રોજગાર પરિવાર અને એક સામાજિક ધાર્મિક જવાબદારી નિભાવવા માટે દરેકે દરેક ને કોઈ પણ મહેનત મજુરી કે વ્યવસાયની જરૂર હોય છે. નગરસેવકો ને કોઇ પણ જાતનો વેતન કે ભથ્થું સરકાર તરફથી આપવામાં આવતો નથી.
વિજલપોર નગરપાલિકા માં સિક્યુરિટી લાયસન્સ હોવા થી એ પણ ટેંડર માં કાયદેસર પોતાનુ નામની નોધી કાયદાની જોગવાઈ મુજબ કાયદેસર કાર્યવાહી કરી સિક્યુરિટી મેળવેલ હતા. પરંતુ આજે લાખો રૂપિયા દર માસે વેતન પેટે અને રાજાશાહી જેવી સુવિધા લેનાર રહમ રાહે ગુજરાત સરકાર દ્વ્રારા નિમણુંક થયેલ ચિફ ઓફિસર એ વખતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કે અન્ય કાયદાની જોગવાઈ મુજબ સદર હોદ્દેદારને કોઈ પણ આર્થિક લાભ આપી શકાય નહિ . એનો નોલેજ સદર અધિકારી ને કેમ ન  હતુ. ?  તત્કાલીન ચિફ ઓફિસર શ્રીને એ કાયદા મુજબ એમને કોઈ પણ કામ આપી શકાય નહિ .ચિફ ઓફિસર પોતાને મળેલ સત્તા મુજબ કોન્ટ્રાક્ટ રદ્દ કરવા કાર્યવાહી કેમ ન કરી..? આમ નાગરિકો માં થતી ચર્ચા અને વિદ્વાનોના મંતવ્ય મુજબ પ્રથમ દૃષ્ટયા પહેલો અને મોટો ગુનેગાર વિજલપોર નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી છે. એમને કોઈ પણ શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં કેમ નથી આવી..? આજે શાસક પક્ષ ના નેતાને  સભ્ય પદ રદ્દ થયો ત્યારે ચિફ ઓફિસર જે ખરેખર પહેલો ગુનેગાર છે એમને સજા કૌણ આપશે..? ફરિયાદ માં વિજલપોર નગરપાલિકા ના ચીફ ઓફિસરના પણ નામ છતાં  એમને પક્ષકાર તરીકે હાજર રાખવામાં કેમ નહીં આવ્યો. કાયદો દરેક માટે સરખો છે..કે એમના માટે અલગથી તપાસ થશે..? 
 રહમ રાહે આવેલ અધિકારી આજે પણ વિજલપોર નગરપાલિકાના વિકાસ માં બાધા છે. શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષા જેવી પ્રાથમિક સુવિધાઓ રહમરાહે લાયકાત વગર અધિકારી જેમની પાસે એવો જ નાલેજ છે .આજે પણ વિજલપોર શહેર દારૂ શરાબ અને અસમાજિક તત્વો થી ત્રાહીમામ છે. ઠેર ઠેર પરમીશન વગર ગેરકાયદેસર બાધકામો રસ્તાઓ વગેરેની જવાબદારી કૌણી છે..? એવા અધિકારીઓ ગુજરાત સરકારને બદનામ કરી રહ્યો છે. નવસારી જિલ્લાના સમાહર્તા શ્રી ફરીથી સમીક્ષા કરી ચિફ ઓફિસર જેનો નામ પણ સદર ફરિયાદ માં લખવામાં આવેલ છે. એમને ઉપર પણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે ખરા..?  જેની આજે માંગ અને સમયની જરૂર છે...

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...